કોરોના મહામારી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2 લાખ 61 હજાર 500 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં એક લાખ 38 હજાર 423 લોકો સાજા થયા હતા અને 1492 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓના આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં 18 લાખ 01 હજાર 316 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી એક્ટિવ કેસોની સંખ્યા જે ગતિ સાથે વધી રહી છે, આજે આ આંકડો 18 લાખને પાર પહોંચશે.
શનિવારે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર (67,123), ઉત્તરપ્રદેશ (27,334), દિલ્હી (24,375), કર્ણાટક (17,489) અને છત્તીસગઢ (16,083)નો સમાવેશ થાય છે. દેશમાં ગઇકાલે સામે આવેલા કુલ નવા કેસોમાંથી 58% થી વધુ કેસ આ રાજ્યોમાં જ નોંધાયા છે.