જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે મૃત્યુ પણ વધી રહ્યાં છે. અનેક દર્દીઓ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. હાલના સમયમાં મૃતદેહોને લઇ સ્મશાનગૃહોમાં પણ લાઇનો લાગે છે. ત્યારે મૃત્યુ પામેલાના પરિવારજનોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત આવા પરિવારજનોની આર્થિક સ્થિતિ પણ નબળી હોય, પડયા ઉપર પાટુ જેવી હાલત થાય છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઇ ધ્રાફા રાજપૂત સમાજના અગ્રણી કાન્તુભા સુરૂભા જાડેજા આવા પરિવારોની વ્હારે આવ્યા છે અને હાલના સમયમાં મૃત્યુ પામેલા કોઇપણ સમાજનાં જરૂરીયાતમંદના પરિવારને મૃતદેહના અંતિમયાત્રાના કાપડ સહિતની તમામ સામગ્રીનો ખર્ચ તેમજ અગ્નિસંસ્કારનો ખર્ચ તેઓ દ્વારા ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત સ્મશાનગૃહોમાં પણ લાકડા તથા છાણાની ખરીદીના ખર્ચની જવાબદારી લેવાની પણ જાહેરાત કરી છે.
જામનગર શહેરમાં કોરોનાની મહામારી વધતી જાય છે, કોરોનાને કારણે સારવાર દરમ્યાન કોરોનાના અનેક દર્દીઓ મૃત્યુ પણ પામી રહયાં છે ત્યારે આવા મૃત્યુ પામેલા મૃતદેહોને હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર વિધી સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર તેમજ વર્તમાન સમયમાં મૃતદેહોને લઈને બંન્ને સ્મશાન ગૃહોમાં પણ મૃતદેહોનું વેઈટીંગ શરૂ થયું છે ત્યારે સ્મશાન ગૃહોમાં પણ મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવા માટે લાકડાની ખાસ આવશ્યક્તા રહે છે. મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે હાલમાં જે પરીસ્થિતિ નિર્માણ થઈ છે તે અંગે રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) સાથે ધ્રાફાના રાજપુત સમાજના સેવાભાવી આગેવાન કાન્તુભા સુરૂભા જાડેજા(ધ્રાફાવાળા)એ વાતચીત કરી હતી અને હકુભા જાડેજા દ્વારા કાન્તુભાને મદદરૂપ થવા જણાવ્યું હતું અને હાલના સમયમાં મૃત્યુ પામેલાના અમુક પિરવારજનો પાસે અંતિમયાત્રાની સામગ્રી માટે તેમજ અગ્નિસંસ્કાર કરવા માટે થઈને તેની સામગ્રી લેવા માટે ખર્ચાની પણ મુશ્કેલી હોય છે તેવા સમયે રાજપુત સમાજના સેવાભાવી આગેવાન કાન્તુભા સુરૂભા જાડેજા (ધ્રાફાવાળા) તરફથી વર્તમાન સમયમાં સમાજ ઉપયોગી માનવ સેવાનું કામ કરવામાં આર્થિક સહયોગનું અનુદાન આપવા આગળ આવ્યાં છે. કાન્તુભા જાડેજા(ધ્રાફાવાળા)દ્રારા તેવી જાહેરાત કરવામાં આવી છે કે જામનગરમાં નાત-જાતના ભેદભાવ વગરે કોઈપણ સમાજના (જરૂરીયાતમંદ) પિરવારને મૃતદેહના અંતિમયાત્રાના કાપડ સહિતની તમામ સામગ્રીનો ખર્ચ તેમજ સ્મશાનગૃમાં અગ્નિ સંસ્કાર માટેનો તમામ ખર્ચ ચુક્વી આપશે. અંતિમયાત્રા માટેનો માલ-સામાન દરબારગઢના ચોકમાં દિલાવર સાયકલની બાજુમાં વિનામુલ્યે મેળવવા માટે કાન્તુભા મો. નંબર 9825287400/ મયુરસિંહ મો.9099881011 ઉપર સંર્પક કરવા અનુરોધ કરાયો છે, વિશેષમાં કાન્તુભા જાડેજા(ધ્રાફાવાળા) તરફથી એવી પણ જાહેરાત કરાઈ છે કે જામનગરના બંન્ને સ્મશાન ગૃહોમાં પણ અનેક મૃતદેહના અગ્નિ સંસ્કારવિધી થઈ રહી ત્યા2ે આ બંન્ને સ્મશાન ગૃહમાં લાકડા અને છાણાની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે લાકડા અને છાણાની ખરીદી કરી આપવા પડે તો તે તમામ ખર્ચની જવાબદારી કાન્તુભા જાડેજા(ધ્રાફાવાળા)એ લેવાની જાહેરાત કરી છે. તેઓએ આ માટેની થઈને બંન્ને સ્મશાનગૃહના સંચાલકો દર્શનભાઈ ઠકકર અને કનકસિંહ જાડેજા પાસે પણ જાહેરાત કરી છે, કાન્તુભા જાડેજા દ્વારા આ સેવાના કાર્યને રાજયનામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ બિરદાવ્યું હતું.