જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તાંડવ મચાવી રહેલા કોરોના સામે રક્ષણ મેળવવા ડોકટરો જહેમત ઉઠાવી રહ્યાં છે ત્યારે કોરોના સામે વિજેતા થયેલા દર્દીમાં પ્લાઝમા થકી અન્ય કોરોના દર્દીને જીવનદાન મળી શકતું હોય છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને પ્લાઝમા સારવાર આપવામાં આવતી હોય છે. કોરોનામાંથી સાજા થયેલ દર્દીના પ્લાઝમા થકી અન્ય કોરોના સંક્રમિત દર્દીની સારવાર થઇ શકે છે. ત્યારે કોરોનાને હરાવનાર દર્દીઓને માનવતાના જંગમાં જોડાઇ અન્ય દર્દીઓના જીવનને બચાવવા પ્લાઝમા ડોનેટ કરવાના સેવા કાર્ય માટે આગળ આવવા અપીલ કરાઇ છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZpGA8UAJb7Ek3TDlCBqA8NgyKOfKv3U0IvoGaPG0lRHhspg/viewform
જો કોઈ દર્દી કોરોનાને મ્હાત આપી ચૂક્યા હોય તો પ્લાઝમા ડોનર તરીકે કોરોના સામે માનવતાના જંગમાં જોડાઈને કોઈના જીવનદાતા બનવાનું સદભાગ્ય રૂપે પ્લાઝમા ડોનર બની નીચે આપેલ લિંક ઉપર દર્શાવેલ ફોર્મ ભરી પ્લાઝમા ડોનેટ કરવા અનુરોધ કરાયો છે. આ ફોર્મમાં આપની જરુરી વિગતો ભરી માનવજીવન બચાવવાના અમારા પ્રયાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. કોરોનાને હરાવનાર દર્દી અન્ય કોરોના સંક્રમિત દર્દી માટે આશીર્વાદરૂપ બની શકે છે. કોરોનાને હરાવનાર દર્દીના પ્લાઝમા થકી અન્ય દર્દીની સારવાર થઇ શકે છે ત્યારે આ ઉમદા સેવાકાર્યમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓને આગળ આવવા અને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરાઈ છે.