દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરએસએસના સત્તાવાર ટવિટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી.