જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીકના વિસ્તારમાં રહેતા વૃધ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગાગવાધાર વિસ્તારમાં રહેતા કામલાબેન દેવાભાઈ ડગરા (ઉ.વ.65) નામના વૃધ્ધનો મગજ છેલ્લાં 10-15 દિવસથી તામસી થઈ ગયો હતો અને જે એકલા-એકલા વાતો કરતા હતાં આવી બીમારીના કારણે જિંદગીથી કંટાળીને બુધવારે રાત્રિના સમયે તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મેઘજીભાઇ દ્વારા કરાતા એએસઆઇ વી.બી. રાઠોડ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટી ખાવડીમાં વૃદ્ધાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા
10-15 દિવસથી તામસી મગજને કારણે પગલું ભર્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી