Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે બિલ્ડરના દસ્તાવેજો મેળવી લઇ છેતરપિંડી કરી !

બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે બિલ્ડરના દસ્તાવેજો મેળવી લઇ છેતરપિંડી કરી !

સુરતના ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણીની ધરપકડ

- Advertisement -

પાલ ખાતે રહેતા બિલ્ડરના નામના બોગસ ડોક્યુમેન્ટો ઊભા કરી સહયોગ એન્ટરપ્રાઇઝના નામથી જીએસટી નંબર મેળવી વરાછાના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ 20 કરોડનું ટ્રાન્જેકશનો કરી તેના ઉપર જીએસટી ઈનપુટ ક્રેડિટ મેળવ્યાનું સામે આવ્યું છે. બિલ્ડરે ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે ડોક્યુમેન્ટોની ફાઇલ ભાવનગરના સીએને મોકલાવી જેમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

- Advertisement -

આ અંગે બિલ્ડરે ડીસીબીમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સીએ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણી (બન્ને ઓફિસ,એસીસી બિલ્ડિંગ,પોદ્રાર આર્કેડની બાજુમાં, વરાછા) અને સહયોગ એન્ટરપ્રાઇઝના કર્તાહર્તા સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી ભરત રૂપારેલીયાની ઈકો સેલએ ધરપકડ કરી છે. સીએની સાથે અન્ય જોડાયેલા હોઈ શકે છે. આગામી દિવસોમાં ઈકો સેલ તેની પણ તપાસ કરશે. અડાજણ પાલ ગ્રીન સીટી રોડ પર પ્રથમ ગણેશામાં રહેતા બિલ્ડર કૃણાલ માધવજી વાઘાણીએ ઈચ્છાપોર ખાતે ડીજીટલમ ક્રીએટીવ ટેક્ષટાઇલ ધંધો શરૂ કર્યો હતો.

આ ધંધા માટે બિલ્ડરે 5મી મે-18એ વરાછાના સીએ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણીને ફોટો, પાનકાર્ડ, આધારકાર્ડ, બેક સ્ટેટમેન્ટ અને ફેક્ટરીના લાઇટબીલની ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટો આપી જીએસટી નંબર મેળવ્યો હતો. બિલ્ડરે ધંધા માટે વરાછાની બેંકમાંથી 80 લાખની લોન બન્ને સીએ હસ્તકે કરાવી હતી. તે વખતે પણ ડોક્યુમેન્ટો આપ્યા હતા. આ લોન ભરપાઈ કરી અને ડીજીટલમ ક્રીએટીવ ટેક્ષટાઇલનો ધંધો પણ બંધ કરી દીધો હતો.

- Advertisement -

ચારેક મહિના પહેલા બિલ્ડરે ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા ડીજીટલમ ક્રીએટીવનો જીએસટી નંબર, આવકનો પુરાવો અને અન્ય વિગતો ભાવનગરના સીએ આપી હતી. સીએ જીએસટી માટે ફોર્મ 26 મેળવી તપાસ કરતા બિલ્ડરના નામનું સહયોગ એન્ટરપ્રાઇઝના નામે જીએસટી નંબરથી 20 કરોડનું ટ્રાન્જેકશનો થયેલા હોવાનું બહાર આવ્યું હતું. ભાવનગરના સીએને કારણે સમગ્ર ભોપાળું બહાર આવી ગયું હતું. બિલ્ડરે તેના ઘરનું લાઇટબીલ સીએ ભરત અને નરેન્દ્રને કોઈ દિવસ આપ્યું ન હોવા છતાં તેમના નામથી બોગસ બીલ બનાવી દીધું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular