Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતસુરતમાં મહાનગરપાલિકાની દાદાગીરી: વેકસીન ન લેનાર વેપારીને રૂા.1000નો દંડ

સુરતમાં મહાનગરપાલિકાની દાદાગીરી: વેકસીન ન લેનાર વેપારીને રૂા.1000નો દંડ

- Advertisement -

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલ દેશભરમાં વેક્સિન લગાવવાથી લઈને રાજ્ય પોતાના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરત મનપા લોકો પર જબરદસ્તીથી વેક્સિન લગાવવાનું દબાણ કરી રહી છે અને વેક્સિન નહીં લેનારા પાસે રૂ. 1000નો દંડ પણ વસૂલી રહી છે.

- Advertisement -

અહીંના અડાજણ વિસ્તારમાં દિલીપ દુબેની પાનની દુકાન છે. તેમની ઉંમર 45થી વધુ છે. બીજી એપ્રિલે મનપાના કેટલાક કર્મચારીઓ તેમની દુકાને આવ્યા અને તેમની દુકાનમાં હાજર પંકજ દુબેને રૂ. 1000ના દંડની રસીદ પકડાવી દીધી. આ અંગે પંકજ દુબેએ સવાલ કરતાં તેમને કહેવાયું કે દિલીપ દુબેએ હજુ સુધી વેક્સિન નહીં લેતાં આ દંડ ફટકારાયો છે. દિલીપ દુબેને આ વાતની ખબર પડતાં તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. નોંધનીય છે કે સરકારી આદેશ પ્રમાણે 1 એપ્રિલથી 45થી વધુ ઉંમરના તમામને વેક્સિન અપાઈ રહી છે. જોકે વેક્સિન નહીં લેવા મુદ્દે દંડ લગાવવાનો કોઈ આદેશ જારી નથી થયો.

પંકજ દુબેએ કહ્યું હતું કે 30 માર્ચે મનપાના કર્મચારીઓ અહીં આવ્યા હતા. 2 એપ્રિલે પાછા આવ્યા. ત્યારે મેં તેમને કહ્યું કે દિલીપ દુબે આજે વેક્સિન લઈ લેશે. પછી તેઓ જતા રહ્યા, પરંતુ થોડીવારમાં પાછા આવીને કહેવા લાગ્યા કે તેમણે હજુ રસી નથી લીધી. આટલું બોલીને તેમણે રૂ. 1000ના દંડની રસીદ પકડાવી દીધી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular