Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઇ-મેમો ભરવા હવે ઇ-કોર્ટ, જૂલાઇ સુધીમાં શરૂ થઇ જશે સુવિધા

ઇ-મેમો ભરવા હવે ઇ-કોર્ટ, જૂલાઇ સુધીમાં શરૂ થઇ જશે સુવિધા

દિલ્હીએ ગુજરાતને આ સુવિધા માટે રૂા.72.82 કરોડની ફાળવણી કરી

- Advertisement -

વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો જમા કરાવવા હવે લોકોએ કોર્ટના ચક્કર કાપવા નહીં પડે. ઘેરબેઠા જ મેમો જમા કરાવી શકાશે. આ માટે દેશભરમાં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ કરાશે. કેન્દ્ર સરકારે આ માટે 25 રાજ્યમાં રૂ. 1,142 કરોડનું ફંડ જારી કર્યું છે. ઈ-કોર્ટ શરૂ કરવા જુલાઈ 2021 સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

- Advertisement -

કેન્દ્ર સરકારે આ નિર્ણય છ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ કરાયેલી નવ ઈ-કોર્ટની સફળતા પછી લીધો છે. કોરોનાકાળમાં દેશભરમાં ટ્રાફિક કોર્ટમાં પેન્ડિંગ કેસોના ઉકેલ માટે મે 2020માં સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીમાં બે ઈ-કોર્ટની શરૂઆત કરાઈ હતી. ત્યાર પછી દેશના હરિયાણા (ફરીદાબાદ), તામિલનાડુ (ચેન્નઈ), કર્ણાટક (બેંગલુરુ), કેરળ (કોચી), મહારાષ્ટ્ર (નાગપુર, પુણે) અને આસામ (ગુવાહાટી)માં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ કરાઈ હતી. કેન્દ્રીય કાયદા મંત્રાલયના મતે, આ તમામ ઈ-કોર્ટમાં 20 જાન્યુઆરી 2021 સુધી 41 લાખથી વધુ કેસનો ઉકેલ લવાયો હતો.

જો વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોઈને મેમો ભરવાનું આવે છે, તો તે 24 કલાકમાં જ ગમે ત્યારે ઓનલાઈન ચુકવણી કરી શકે છે; તેમાંથી રસીદ પણ મળી જાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમેરાની મદદથી કોઈ વાહનચાલકનું ઓવર સ્પીડ, હેલ્મેટ નહીં પહેરવા જેવા ગુનામાં મેમો કપાય છે, તો એની માહિતી તરત ઓનલાઈન પોર્ટલમાં આવી જશે. ત્યાર પછી પોર્ટલ મેસેજ કરીને વાહનમાલિકને તે માહિતી મોકલશે. ત્યારે વાહનમાલિક મેમો ભરવા ઈચ્છતો હશે, તો તે મોબાઈલમાં મળતી લિંકથી દંડ ભરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular