Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લવજેહાદ કાયદાનું અભિવાદન

જામનગરમાં લવજેહાદ કાયદાનું અભિવાદન

- Advertisement -

ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસે પસાર કરવામાં આવેલા લવજેહાદ કાયદાને હિન્દુસેના દ્વારા આવકાર આપવામાં આવ્યો છે. જામનગરમાં હિન્દુ સેના દ્વારા આ કાયદાને આરતી તેમજ મિઠાઇ ખવડાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. હિન્દુસેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટના જણાવ્યા અનુસાર હિન્દુ સેના દ્વારા ગુજરાતમાં ઘણા લાંબા સમયથી લવજેહાદના ષડયંત્ર સામે સખ્ત કાયદો લાવવાની માગણી કરવામાં આવી રહી હતી. જે અંગે સરકારે ગંભીરતા દાખવી આખરે આ કાયદો વિધાનસભામાં પારિત કર્યો છે. જે બાબત ખૂબ જ આવકાર્ય છે. એટલું જ નહીં આ કાયદા અંતર્ગત પાંચ વર્ષ સુધી સજા અને બે લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જે આ ષડયંત્રને તોડી પાડવામાં મદદ કરશે. હિન્દુ સેનાના અગ્રણીઓ દ્વારા જામનગરના કરોડપતિ હનુમાન મંદિર શનિવારે સાંજે સરકારી ગાઇડલાઇનનું પાલન કરી મહાઆરતી કરીને હિન્દુસેનાના સૈનિકોએ લોકોને મિઠાઇ ખવડાવી કાયદાના વધામણા કર્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રતિક ભટ્ટ ઉપરાંત જામનગર જિલ્લાના યુવા પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પ્રમુખ વિનુભાઇ આહિર, વિવેક ખેતાણી, ધીરેન નંદા વગેરે કાર્યકરો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular