જામનગર શહેરના નવાગામ ઘેડમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.52100 ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વર્લી મટકાના આંકડા પર જૂગાર રમાડતા બે શખ્સોને રૂા.8400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ નાઘેર વાસમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન વિશાલ કાનજી રાઠોડ, યાકુબ નબી બ્લોચ, વિજય ખેંગાર ચાવડા, સાગર ઉર્ફે બાલી નાનજી ગુજરાતી, મુકેશ દિનેશ સોલંકી, સંજય રમેશ કબીરા, અફજલ હુશેન કુરેશી અને દિલીપ પુંજા ગોહિલ સહિતના આઠ શખ્સોને રૂા.52100 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય દરોડો જામનગર શહેરના શંકરટેકરીમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઈકબાલ ઓસમાણ ખીરા અને આશીફ નિઝામ ખીરાણી નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન 2400 રોકડા તથા 6000 ના બે મોબાઇલ મળી કુલ રૂા.8400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને શખ્સો મોસીન ઉર્ફે મુન્નો દોસમામદ કોચલિયા નામના રાજકોટના શખ્સ પાસે કપાત કરાવતા હોવાનું ખુલતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી