Sunday, December 22, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ 14808 થી 15105 ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ 14808 થી 15105 ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમે અને મહારાષ્ટ્ર સરકારે કેટલાક શહેરોમાં લોકડાઉન સાથે કડક અંકુશના પગલાં લેવાની ફરજ પડતા આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડવાનું સ્પષ્ટ હોઈ ત્યારે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડા તફડી જોવા મળી હતી.

કોરોના વેક્સિનેશનના તબક્કામાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૪૫ વર્ષ કે તેથી વધુ વયના લોકોને કોરોના મહામારીના અંત માટે બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરતાં સપ્તાહની શરૂઆતમાં તેની પોઝિટિવ અસર  સાથે તેજી તરફી છેતરામણી ચાલ જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ગયા વર્ષે મે મહિના બાદ શેરબજારમાં સુધારા તરફી વલણ ઉદ્ભવ્યું હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડોએ શેર વેચ્યા છે. હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ બજારમાં તેજીની વચ્ચે નફો બુક કરવાનું પસંદ કર્યું છે અને ઊંચા મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને તેમના પોર્ટફોલિયોમાં સંતુલન બનાવ્યું છે.સપ્ટેમ્બર ૨૦૨૦માં માર્કેટ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ રોકાણકારોએ તેમના રોકાણ પાછા ખેંચવાનું શરૂ કર્યું તેની સાથે જ ફંડોએ પણ વેચવાલી હાથ ધરી હતી. છેલ્લા આઠ મહિનામાં જ ઇક્વિટી આધારિત યોજનાઓમાંથી અંદાજિત રૂ.૫૮,૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા છે.

- Advertisement -

ભારતીય શેરબજારમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮માં ફંડોએ રૂ. ૧.૪૧ લાખ કરોડ, નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ.૮૮૧૫૨ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૦માં રૂ. ૯૧૮૧૪ લાખ કરોડના શેરો ખરીદ્યા હતા અને છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧માં અંદાજીત ૧.૨૭ લાખ કરોડ રૂપિયાથી વધુના શેર વેચ્યા છે જે એક રેકોર્ડ છે આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૪માં મ્યુચ્યુઅલ ફંડોએ રૂ.૨૧૧૫૯ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું તેનાથી વિપરિત, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષમાં તેમના રોકાણમાં સતત વધારો કર્યો છે. વિદેશી રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન રૂ.૨.૬ લાખ કરોડથી વધુના શેર ખરીદ્યા છે છેલ્લા છ નાણાકીય વર્ષોમાં ૨૦૧૫ થી ૨૦૨૦ મ્યુચ્યુઅલ ફંડોએ કુલ રૂ.૪.૮૫ લાખ કરોડના શેર ખરીદ્યા, જે વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોની ચોખ્ખી ખરીદી કરતા ૨.૬ ગણા વધારે છે.

મિત્રો, મારા મત મુજબ ભારતમાં અગાઉના વર્ષોની તુલનાએ મૂડી ખર્ચ પર વધુ ભાર મુકાય છે અને જો બજાર સતત તેજી તરફી રહે અને વેલ્યુએશન મજબૂત રહેશે તો રોકાણકારો ઇક્વિટી ફંડસમાંથી ભંડોળ પાછુ ખેંચવાનું ચાલુ રાખશે. સંસ્થાકીય રોકાણકારો એ નવેમ્બર ૨૦૨૦માં ૧.૪ લાખ કરોડ રૂપિયાથી વધુના શેરનું વેચાણ કર્યું જે અગાઉના વર્ષમાં ૧.૨૮ લાખ કરોડનું રોકાણ હતું. ડીઆઈઆઈમાં મ્યુચ્યુઅલ ફંડસ, વીમા કંપનીઓ અને અન્ય સ્થાનિક નાણાકીય સંસ્થાઓ શામેલ છે. ભારતીય શેરબજાર અનિશ્ચિતતા વચ્ચે સર્વાધિક ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે.

વૈશ્વિક મોરચે અમેરિકા, ચાઈના અને રશિયા વચ્ચે વિવાદ ફરી ઊભો થવા લાગ્યો છે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા એક તરફ વ્યાજ દરોને શૂન્ય નજીક જાળવી રાખીને આર્થિક રિકવરીને વેગ મળી રહ્યાના સંકેત આપવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વિરોધાભાસ વચ્ચે યુરોપ, એશિયાઈ દેશોમાં થઈ રહેલા કોરોના સંક્રમણમાં વધારાએ વૈશ્વિક અર્થતંત્ર માટે આ પરિબળો નેગેટીવ બન્યા છે.

બજારની ભાવી દિશા….

મિત્રો, કોરોના મહામારીને લીધે ઠપ થયેલા અર્થતંત્રને વેગવંતુ કરવા માટે સરકારે લીધેલા પગલાંને પરિણામે દેશમાં આર્થિક પ્રવૃતિમાં વેગ આવ્યો અને જીડીપી આંકડા પણ સકારાત્મક રહ્યા હતા અને વેપાર ક્ષેત્રે સુધારો જોવા મળ્યો હતો સાથે અર્થતંત્રમાં ત્રિમાસિક  ‘વી’ શેપ રિકવરી જોવા મળી હોવાથી અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનાએ આ ગાળામાં જીએસટી કલેક્શન ઊંચું રહી ઓક્ટોબર ૨૦૨૦ પછી સળંગ પાંચ મહિનામાં જીએસટી વસૂલાત રૂ. એક લાખ કરોડને પાર રહી હોવાનું રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યું હતું.

મૂડીઝ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે જીડીપી-આર્થિક વિકાસનો અંદાજ ૧૨% મૂક્યો છે પરંતુ આ વિકાસની ગતિ વર્ષના અંતના સમયમાં કોરોના સહિતના નેગેટીવ પરિબળોમાંથી ભારત બહાર આવ્યે સ્પષ્ટ થાય એવી શકયતા છે.એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં ભયાવહ વધારો થયો હોઈ આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે જેથી હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંત સાથે નેગેટીવ પરિબળો એક સાથે માથું ઉંચકી રહ્યા છે મોંઘવારી અસહ્ય વધી રહી છે સાથે સાથે રાજયોની ચૂંટણીઓ આવી રહી છે, કોરોનાનો બીજો વેવ ધારણાથી વધુ ઝડપી વકરી રહ્યો હોઈ કેટલાક રાજયોમાં પરિસ્થિતિ કાબૂ બહાર થવા લાગતાં લોકડાઉનની સ્થિતિ આવી ગઈ છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજાર વૈશ્વિક બનાવો, અમેરિકન બજારના સંકેતો ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો અને કોરોના વાયરસના કેસોની સંખ્યા તેમજ આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મહત્વના ઘટનાક્રમ જેમ કે પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓની સાથે માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં બજારની ભાવિ ચાલ માટે કોર્પોરેટ પરિણામો મહત્વના પુરવાર થશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૯૩૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૦૦૮ પોઇન્ટથી ૧૫૦૮૮ પોઇન્ટ,૧૫૧૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૧૦૫ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૧૭૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૩૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૩૪૦ પોઇન્ટથી ૩૪૫૭૫ પોઇન્ટ, ૩૪૭૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૭૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૧૬ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૫૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ન્યુજેન સોફ્ટવેર ( ૨૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) વીએ ટેક વેબેગ ( ૨૫૫ ) :- રૂ.૨૪૦ નો પ્રથમ તેમજ રૂ.૨૨૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) એપેકસ ફ્રોઝન ( ૨૨૨ ) :- પેકેજડ ફૂડ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૭ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એપટેક લિમિટેડ ( ૨૦૫ ) :- રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪ ના સ્ટોગ સપોર્ટથી ટ્રેનિંગ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૮ થી રૂ.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ડેલ્ટા કોર્પ ( ૧૬૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૫૫ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૮ થી રૂ.૧૯૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) એનઆઈઆઈટી લિમિટેડ ( ૧૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેનિંગ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩ આસપાસ રોકાણકારે રૂ.૧૭૭ થી રૂ.૧૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૪૨૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!!  સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લુપિન લિમિટેડ ( ૧૦૩૦ ) :- આ સ્ટોક રૂ.૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ટેક મહિન્દ્ર ( ૯૯૯ ) :- ૧૨૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૭૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૦૭૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૦૦૮ થી રૂ.૧૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૧૦૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) કોટક બેન્ક ( ૧૮૧૪ ) :- રૂ.૧૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૮૭૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટાટા સ્ટીલ ( ૮૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૪૭ થી રૂ.૮૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૧૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) વેલ્સ્પુન ઇન્ડિયા ( ૮૨ ) :- ટેક્ષટાઇલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૮ થી રૂ.૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) બોમ્બે ડાઈંગ ( ૭૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઇલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ઓમેક્સ લિમિટેડ ( ૬૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિયલ્ટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) વક્રાંગી લિમિટેડ ( ૫૭ ) :- રૂ.૫૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular