Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદુષ્કર્મના કિસ્સામાં આવું પણ બની શકે છે !

દુષ્કર્મના કિસ્સામાં આવું પણ બની શકે છે !

ફરિયાદી પિડીતા અને આરોપી હાલ પતિ-પત્ની અને બે બાળકો: 25 વર્ષ જુના આરોપમાંથી મુકિત

- Advertisement -

1996ની સાલમાં એક યુવક એક છોકરીને લઇ અલોપ થઇ ગયો હતો. આજે આ બન્ને પતિ-પત્ની છે અને બે સંતાનોના માતા-પિતા છે. 25 વર્ષ પહેલાં આ શખ્સ પર અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. આ યુવકને હવે અદાલતે આ ફરિયાદમાંથી મુકત કરી દીધો છે.

- Advertisement -

અત્રે નોંધનીય છે કે, 1996ની 04 ઓકટોબરે ફરિયાદ નોંધાયા પછી આ મામલો છેક 2016માં અદાલતમાં કાર્યવાહીના સ્ટેજે પહોંચ્યો હતો. આ કિસ્સો અમદાવાદના નારણપૂરા વિસ્તારમાં બન્યો હતો. આ કેસમાં ટ્રાયલ દરમ્યાન પિડીતાએ અદાલતને એમ જણાવ્યું કે, આ યુવકે મારું અપહરણ કર્યું ન હતું અને મારી સાથે દુષ્કર્મ પણ થયું નથી. અમો બન્ને પ્રેમમાં હતા અને પુખ્ત બન્યા પછી અમોએ લગ્ન કર્યા છે અને બે સંતાનો સાથે સુખી જીવન વિતાવીએ છીએ.

અદાલતમાં યુવતીની માતાએ પણ પોતાની જીબાની ફેરવી તોળી હતી. તેણે અદાલતને કાર્યવાહીમાં બાદમાં એમ જણાવ્યું કે, બનાવ વખતે પોતાની પુત્રી સગીર ન હતી. જોકે, આ કેસ નોંધાયો ત્યારે પિડીતાની ઉંમર 16 વર્ષની જાહેર થઇ હતી. અદાલતે આરોપીને શંકાનો લાભ આપી મુકત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular