દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે બોલીવુડ અને ટીવી સ્ટાર્સ પણ તેનાથી બચી શક્યા નથી. થોડાક દિવસો પહેલા જ દર્શકોના પ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના બે સ્ટાર્સ સુંદર અને ભીડે કોરોના સંક્રમિત થયા હતા. તેમના કોરોના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે.
11 માર્ચના રોજ મુંબઈમાં શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોંચી રિપોર્ટ કરાવતા મયુર વાકાણી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી તેઓ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને સ્વસ્થ થયા બાદ વિડીઓ શેર કરીને ડોકટરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મયૂર વાકાણીએ કહ્યું હતું, ‘હું 12 દિવસ સુધી અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ હતો. કોરોના પહેલાં મને પગમાં સોજા રહેવાની તકલીફ હતી, પરંતુ હવે તે દૂર થઈ ગઈ છે. મેં સાંભળ્યું હતું કે કોરોના પછી લોકોને થોડી ઘણી તકલીફ રહે છે. જોકે, મારી સાથે એવું બિલકુલ ના થયું. કોરોનાની સારવાર બાદ હું એકદમ ઠીક થઈ ગયો.
19 માર્ચના રોજ તારક મહેતામાં ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ને ડોક્ટરની સલાહ મુજબ તેઓ ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યા હતા. 12 દિવસ બાદ તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. અને બધું બરાબર રહેશે તો મંદાર બે ત્રણ દિવસ માં શુટિંગ પર પરત ફરશે.