ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાયદાનું બિલ રજુ કર્યું હતું. જેને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠી ભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે. વિધાનસભામાં લવ જેહાદ પર બોલતા પરેશ ધાનાણી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતાં. ધાનાણીએ મુખ્યમંત્રીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, એ સમયે એમણે ધર્મના વાડા તોડી લગ્ન કર્યા હતાં. ત્યારે ભુપેન્દ્રસિંહે મુખ્યમંત્રીના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિધેયકમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી. 2003માં તમે ધર્મ સ્વતંત્રતા વિધેયક લાવ્યા હતાં. આજે ફરી લાવ્યા છો. 17 વર્ષમાં તમે આવી ઘટનાઓ રોકી શક્યા નથી. પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય છે. એમ પરેશ ધાનાણીએ કહ્યું હતું.