Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવસંતઋતુ આવી પહોંચી, ત્રીજી એપ્રિલથી કાશ્મીરમાં ફુલોત્સવ

વસંતઋતુ આવી પહોંચી, ત્રીજી એપ્રિલથી કાશ્મીરમાં ફુલોત્સવ

- Advertisement -

એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, વસંતના આગમનની ઉજવણી, પર્યટનને પ્રોત્સાહન આપવા અને મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત કરવા માટે આવતા મહિને કાશ્મીર છ દિવસીય ‘ટ્યૂલિપ મહોત્સવ’ યોજશે.

- Advertisement -

3 એપ્રિલથી શરૂ થનારા આ ઉત્સવનું ઉદ્ઘાટન જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા કરશે.ટૂરિઝમ એન્ડ પબ્લિસિટીના નાયબ નિયામક ઇદિલ સલીમે જણાવ્યું હતું કે, આ તહેવાર માટે તમામ વ્યવસ્થાઓ સ્થાને છે અને અમે તેની રાહ જોઇ રહ્યા છીએ.

મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક શો અને મ્યુઝિકલ ઇવનિંગ્સ સહિતની અનેક પ્રવૃત્તિઓ યોજાશે. નાયબ નિયામકે જણાવ્યું હતું કે, ખીણની સમૃદ્ધ પરંપરાઓ, સંસ્કૃતિ, રાંધણકળા અને હસ્તકલાને પ્રદર્શિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે લગભગ 25 સ્ટોલ ઉભા કરવામાં આવશે. પર્યટન વિભાગના અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ તહેવાર જમ્મુ-કાશ્મીરની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને રાંધણકળા પ્રદર્શિત કરવાની અનન્ય તક પ્રસ્તુત કરશે.

- Advertisement -

તેમણે જણાવ્યું હતું કે, મહોત્સવ દરમિયાન હસ્તકલા અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સની સાથે સાથે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું જીવંત પ્રદર્શન યોજવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રો સ્ટેશનો, ટ્રાવેલ માર્ટ્સ અને અન્ય જાહેર સ્થળો સહિત અગ્રણી સ્થળો પર પ્રવાસીઓની લાલચ આપવા માટે પેન-ઇન્ડિયા પ્રમોશનલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે અને ઉત્સાહપૂર્ણ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular