જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં રસનાળ જવાના માર્ગ પર આવેલા ખેતરમાં વીજચેકીંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમ ઉપર બે શખ્સોએ ફડાકા મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં રસનાળ તરફ જવાના માર્ગ પર આવેલા સહદેવસિંહના ખેતરમાં પીજીવીસીએલની ટીમ ચેકીંગ માટે ગઇ હતી. ત્યાં પીજીવીસીએલના કર્મચારી વિષદ ભેંસદડિયા નામના કર્મચારી સાથે સહદેવસિંહ સનુભા જાડેજા અને ક્રિપાલસિંહ જાડેજા નામના બે શખ્સોએ કર્મચારીને ફડાકા મારી લાકડાના બળતણનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. ત્યારબાદ આ બનાવમાં ઈજાગ્રસ્ત કર્મચારીએ જાણ કરતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે સહદેવસિંહ સનુભા જાડેજા અને ક્રિપાલસિંહ જાડેજા નામના બે શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કરી કર્મચારીને માર માર્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.