Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર અને દ્રારકામાં બનશે આંદામાન-નિકોબાર જેવા આઈલેન્ડ, આવો છે સરકારનો મેગા પ્લાન

જામનગર અને દ્રારકામાં બનશે આંદામાન-નિકોબાર જેવા આઈલેન્ડ, આવો છે સરકારનો મેગા પ્લાન

- Advertisement -

ગુજરાત સરકાર આગામી સમયમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના સાત આઈલેન્ડનો વિકાસ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઓથોરિટી બનાવી પ્રથમ તબક્કે કુલ 7 આઇલેન્ડ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે. માટેની કાર્યવાહી તેમજ રૂપરેખા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) કરી રહ્યું છે. 

- Advertisement -

આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. જેમાં આ આઇલેન્ડ કોણ ડેવલપ કરશે, કોને કામ સોંપાશે અને કેટલા આઇલેન્ડનો વિકાસ કરાશે એનો નિર્ણય જીઆઈડીબી કરશે.  જો આ પ્લાન સફળ થાય તો ઉનાળામાં લોકોને બહુ દૂર જવું પડશે નહિ. ગુજરાતના જે સ્થળોને આઈલેન્ડ તરીકે વિકસાવવામાં આવશે તેમાં જામનગરનો પીરોટન ટાપુ ઉપરાંત મામલિયા, મુર્ગા, બેટ શાંખોદર (બેટ દ્વારકા), સવાઈબેટ, પિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે.  જ્યારે પિરોટન ટાપુ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી, આંબળાં, બાવળ જેવાં વૃક્ષો અને ચેરનાં વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપુ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસનધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે. પિરોટન ટાપુનો મરીન નેશનલ પાર્કમાં સમાવેશ થાય છે. હાલ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજ બનતાં બેટ દ્વારકા ટાપુ ધમધમતો થશે. 

- Advertisement -

ભારતના નીતિ આયોગે ગુજરાતમાં 144 જેટલા આઈલેન્ડ શોધી કાઢ્યા છે અને ગુજરાત સરકારને એનો વિકાસ કરવા માટે ચોક્કસ નીતિ બનાવવાની ભલામણની સાથે 108 કરોડની જોગવાઈ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ જીઆઈડીબીએ આ આઇલેન્ડના વિકાસ માટેનો અભ્યાસ કર્યો છે. આ બોર્ડે વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ પણ કરી દીધો છે. અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે 2015-16માં તેના સામાન્ય બજેટમાં જોગવાઈ કરી હતી. એ સમયે રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular