Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રેલ્વે સ્ટેશનનું ખાનગીકરણ

જામનગરના રેલ્વે સ્ટેશનનું ખાનગીકરણ

રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરી ધમધમી રહી છે !

- Advertisement -

મુંબઇ અથવા મહારાષ્ટ્રથી ટ્રેનોમાં જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ઉતરતાં પ્રવાસીઓની માઠી બેઠી છે. કોરોના ટેસ્ટના નામે તેઓના પાસેથી વ્યકિતદીઠ રૂા.1100 ઉઘરાવવામાં આવે છે !

- Advertisement -

ગત્ 23મી માર્ચથી ગાંધીનગરના રેલ્વે સ્ટેશન પર મહાનગરપાલિકા હસ્તકના બેડી આરોગ્ય કેન્દ્રના સ્ટાફને મુકવામાં આવ્યો છે. આ સ્ટાફ બહારગામથી આવતાં પ્રવાસીઓના માત્ર રેપીડ એન્ટીજન કોરોના ટેસ્ટ કરે છે. આ ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવે છે.

આ ઉપરાંત રેલ્વે સ્ટેશનની જગ્યામાં રહસ્યમય રીતે ખાનગી લેબોરેટરી શરૂ થઇ ગઇ છે. આ અંગે રેલ્વેના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી અને કોર્પોરેશનના અધિકારીઓ ખાનગી લેબોરેટરીની વિરૂધ્ધમાં કશું બોલતાં નથી. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ એમ કહે છે કે, રેપીડ એન્ટીજન ટેસ્ટ અમે વિના મૂલ્યે કરી આપીએ છીએ. પરંતુ મુંબઇ અથવા મહારાષ્ટ્રથી આવતાં પ્રત્યેક મુસાફર માટે આરટી પીસીઆર કોરોના ટેસ્ટ ફરજીયાત છે. ખાનગી લેબોરેટરીના સંચાલકો આ પ્રવાસીઓ પાસેથી ટેસ્ટ દીઠ રૂા.1100 ઉઘરાવતા હતાં. બાદમાં પ્રવાસીઓએ ડખ્ખો કર્યો. પ્રવાસીઓએ કહ્યું મુંબઇથી અહીં આવવાનું ભાડું પણ આટલું ચૂકવ્યૂ નથી. ટેસ્ટના 1100 રૂપિયા લાઇનમાં ઉભીને શું કામ આપીએ? અત્રે એ પણ નોંધનીય છે કે, આ ટેસ્ટના રીપોર્ટ પ્રવાસીઓને સ્થળ પર આપવામાં આવતાં નથી.

- Advertisement -

આ રીતે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરી ધમધમી રહી હોય લોકોમાં ખૂબ જ નારાજગી અને ગુસ્સો જોવા મળે છે.નવાઇની વાત એ છે કે, આ લેબોરેટરી અહી શરૂ કરવામાં આવી છે એવી કોઇ જાહેરાત સતાવાર રીતે કોઇ તંત્ર દ્વારા કરવામાં આવી નથી !

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular