વિધાનસભામાં બેરોજગારી અંગે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે સરકારમાં કાયમી કર્મચારીઓ 2.99 લાખ છે જ્યારે ફિક્સ પગાર, કરાર આધારિત અને આઉટ સોર્સીંગથી 1.64 લાખ કર્મચારીઓ ફરજ બજાવે છે. 45 ટકા કરતા વધુ કર્મચારીઓ આઉટસોર્સ, ફિક્સ પગારે અથવા કોન્ટ્રાક્ટથી નોકરી કરે છે. વર્ષ 2020-21માં સરકારે આ કર્મચારીઓને 907.45 કરોડ પગાર ચૂકવ્યો છે.
પરમારે જણાવ્યું કે 2018થી 2020ના ગાળામાં 4,423 જગ્યાઓ માટે 22.65 લાખ યુવાનોએ અરજી કરી હતી જે રાજ્યમાં બેરોજગારી કેટલી છે તે સ્પષ્ટ કરે છે. કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતિંહ પટેલે કહ્યું હતું કે સરકારે રાજ્યમાં 30 લાખ જેટલા બેરોજગારોને સરકારે બેકારી ભથ્થું આપવું જોઇએ.