ખંભાળિયા પંથકમાં વિદેશી દારૂ તથા જુગારની પ્રવૃત્તિ ઉપર સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી પોલીસે હરકતમાં આવી, સઘન કાર્યવાહી કરી છે. આ અંતર્ગત જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ ગઈકાલે શુક્રવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. વિભાગના હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર તથા બોઘાભાઈ કેસરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે પાણીના ટાંકા પાસે રહેતા વિરમ રામભાઈ લુણા નામના 30 વર્ષના શખ્સની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ ઘરે મકાનના ફળિયામાં રહેલા મગફળીના ભુક્કાના ઢગલામાં તથા લીલી વાવેલી જુવારના કચરામાંથી પોલીસે ત્રીસ હજારની કિંમતની 75 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. આમ, ઉપરોક્ત દરોડામાં પોલીસે એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 35,500ના મુદ્દામાલ સાથે વિરમ લુણા તથા રાણ ગામના ડાડુ થારીયાભાઈ શાખરા (ઉ.વ. 24) નામના બે શખ્સોની અટકાયત કરી, મુદ્દામાલ સાથે તેઓને ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે.
દારૂનો આ જથ્થો તેઓને ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. શીંગરખીયા, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મસરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.