જામનગર લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીની આગેવાનીમાં મંડળ દ્વારા અનેક સરાહનિય સામાજિક-સેવાકીય કાર્યો થાય છે. જેની નોંધ લઇ રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-2ના હાલાર પ્રદેશના મહિલા અધ્યક્ષ તરીકે જ્યોતિબેન માધવાણીની નિમણૂંક કરવામાં આવી છે.
જ્યોતિબેનને સમસ્ત લોહાણા સમાજની માતૃસંસ્થામાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત થવાથી જામનગર લોહાણા મહિલા મંડળ તથા સ્થાનિક રઘુવંશી સમાજના ગૌરવમાં વધારો થયો છે. જેને પગલે જ્યોતિબેન માધવાણી પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે
આ તકે જ્યોતિબેન માધવાણીએ જામનગર લોહાણા મહિલા મંડળના પ્રમુખપદની જવાબદારીની જેમ જ હાલાર પ્રદેશ મહિલા અધ્યક્ષની જવાબદારી પણ પૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી નિભાવવાની વાત કહી નિમણૂંક બદલ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણી તથા મહિલા અધ્યક્ષ રશ્મિબેન વિઠ્ઠલાણી સહિતના હોદ્દેદારોનો આભાર પ્રગટ કર્યો હતો.