સી.એમ. સેતુ યોજના અંતર્ગત જામનગરના દર્દીઓ તથા જનતાને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની સેવાઓનો લાભ સુગમતાથી શહેરમાં જ મળી રહે તે હેતુથી યોજના અંતર્ગત જામનગર જિલ્લાના ખ્યાતનામ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની સેવાઓની જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે તારીખવાર ફાળવણી કરવામાં આવેલ છે.
ડો.વિરલ વ્યાસ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ દર સોમવાર, બુધવાર તથા ગુરૂવારના રોજ બપોરે 4થી 6કલાક દરમિયાન ઓ.પી.ડી. નંબર 19 ખાતે, ડો. રોમીન સંઘવી – સ્પાઇન સર્જન, મંગળવાર તથા શુક્રવારે સવારે 9 થી 11 દરમિયાન ઓ.પી.ડી. નંબર 10 ખાતે, ડો.નિશાંત ધરસંડીયા – પીડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજીસ્ટ, દર માસના પ્રથમ શુક્રવારે સવારે 9થી 12દરમિયાન પીડિયાટ્રિક ઓ.પી.ડી. ખાતે, ડો.અમિત સીતાપરા-પીડિયાટ્રિક સર્જન, દર માસના પ્રથમ શુક્રવારે, સવારે 10થી 1દરમિયાન પીડિયાટ્રિક ઓ.પી.ડી. ખાતે, ડો.રુચિર મહેતા-વિટ્રીઓ રેટાઇના સ્પેશિયાલિસ્ટ, દર મંગળવારે 4થી 6કલાક, ગુરુવારે 9થી 11કલાક તથા શુક્રવારે 9થી 11 કલાક દરમિયાન ઓ.પી.ડી. 27ખાતે, ડો.પાર્શ્વ વોરા ડી.એમ. કાર્ડિયોલોજિસ્ટ દર માસના પહેલા તથા ત્રીજા શુક્રવારે સવારે 10થી 1 દરમિયાન ઓ.પી.ડી. 23ખાતે,ડો.હર્ષ શાહ ડી.એન.બી. ન્યુરો સર્જરી દર ગુરૂવારે સવારે 10 થી 1 દરમિયાન ઓપીડી નં.8 ખાતે,ડો.ઝલક ઉપાધ્યાય-પીડિયાટ્રિક એન્ડો ક્રાઈનોલોજીસ્ટ દર મહિનાના પહેલા શુક્રવારે સવારે 10થી1દરમિયાન પીડિયાટ્રિક ઓ.પી.ડી. ખાતે, તેમજ ડો.ધીરેન બુચ-યુરોલોજીસ્ટ, દર શુક્રવારે સવારે 10થી 1દરમિયાન ઓ.પી.ડી.નં. 24ખાતે પોતાની સેવાઓ આપશે. જેનો વધુમાં વધુ દર્દીઓ તથા જાહેર જનતાએ લાભ લેવા તબીબી અધિક્ષક જી.જી. સરકારી હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.