Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કડકાઇના નામે તંત્રએ 29 હજાર ખંખેરી લીધા

જામનગરમાં કડકાઇના નામે તંત્રએ 29 હજાર ખંખેરી લીધા

3 દિવસમાં તંત્રએ માસ્ક અને સોશિયલ ડિન્સ્ટન્સ ભંગના કુલ 41 કેસ કર્યા

- Advertisement -

જામનગર શહેરમાં કોરોનાના કેસ વધતાં જ કલેકટરની સૂચના બાદ તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇનના નિયમભંગ અંગ કડકડાઇ શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

છેલ્લાં ત્રણ દિવસમાં તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિન્સ્ટન્સના નિયમોના ભંગના નામે નાગરિકો પાસેથી દંડ પેટે 29 હજારની રકમ ખંખરી લેવામાં આવી છે. જામ્યુકો દ્વારા બનાવવામાં આવેલી ટુકડીઓ દ્વારા 3 દિવસમાં માસ્ક નહીં પહેરવા અંગે કુલ 17 નાગરિકોને દંડવામાં આવ્યા છે તેમની પાસેથી 17 હજારની રકમ વસુલવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે 24 નાગરિકોને દંડ કરી તેમની પાસેથી રૂા. 11,800ની રકમ વસુલવામાં આવી છે. આમ ત્રણ દિવસમાં જ તંત્ર દ્વારા નિયમભંગના કુલ 41 કેસ કરી રૂા. 28,800ની રકમ દંડ પેટે શહેરના નાગરિકો પાસેથી ખંખેરી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular