Monday, December 23, 2024
Homeરાજ્યઈશ્વરીયામાં પિતાની જમીનના વિવાદ મામલે ભાઈ ઉપર સગા ભાઈ દ્વારા હુમલો

ઈશ્વરીયામાં પિતાની જમીનના વિવાદ મામલે ભાઈ ઉપર સગા ભાઈ દ્વારા હુમલો

ઘણાં સમયથી પિતાની સંયુકત જમીનનો વિવાદ : ભાઈ-ભાભી અને ભત્રીજાએ માર માર્યો

- Advertisement -

જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં પિતાની સંયુકત જમીન બાબતે યુવાન ઉપર તેના સગા ભાઈ અને તેની પત્ની તથા પુત્ર દ્વારા અગાઉના મનદુ:ખને કારણે ઢીકાપાટુનો માર માર્યો હતો.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા એભાભાઈ દેવાભાઈ બડિયાવદરા નામના યુવાન અને તેના ભાઇ કારા સાથે પિતાની સંયુકત જમીન બાબતે ઘણાં સમયથી માથાકૂટ ચાલતી હતી. આ જમીનની માથાકૂટનો ખાર રાખી સોમવારે સવારના સમયે કારા દેવા, તેની પત્ની જોશનાબેન અને પુત્ર આશિષ નામના ત્રણ શખ્સોએ એભાભાઈ સાથે માથાકૂટ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલા અંગેની જાણ કરાતા હેકો બી.ડી. કયોર તથા સ્ટાફે એભાભાઈના નિવેદનના આધારે તેના જ ભાઈ તથા તેના ભાઈની પત્ની અને પુત્ર વિરૂધ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હુમલાખોર દંપતી અને તેના પુત્રને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular