ગુજરાતમાં ગત વર્ષે કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હોવાથી શાળાઓ બંધ કરવામાં આવી હતી. લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હોવાથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણબંધ કરી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું જણાવ્યું છે. સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં 50 ટકા ફી માફ કરવાની માંગણી કરી હતી.
શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ખાનગી શાળાઓના પરિપત્રમાં ફી માફી અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. અને હાલ રાજ્યમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસોના પરિણામે શાળાઓ બંધ કરવામાં આવી હોવાથી વાલીઓ ફી ને લઇને ફરી મુંજવણમાં મુકાયા છે. 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં ગૃહમાં કોવિડની સ્થિતિના કારણે ખાનગી શાળાઓમાં ફી 50 ટકા માફ કરવા માંગણી કરીને કહ્યું, એક વર્ષની ફી હપ્તાથી આપી શકાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે