Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સCSKની નવી જર્સી થઇ લોન્ચ, ભારતીય સેનાને મળ્યું સન્માન

CSKની નવી જર્સી થઇ લોન્ચ, ભારતીય સેનાને મળ્યું સન્માન

- Advertisement -

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 માટે ટીમની નવી જર્સી લોન્ચ કરી છે.CSK એ તેના ટ્વીટર પર એક વિડીઓ શેર કર્યો છે. જેમાં ધોની તમીળ ભાષામાં બોલતો જોવા મળે છે. સીએકકેની આ નવી જર્સીમાં ભારતીય સેનાને સન્માન આપવામાં આવ્યું છે.

- Advertisement -

આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થશે. આ સિઝન માટે ઘણી ટીમોએ ટ્રેનીંગ લેવાનું શરુ કરી દીધું છે. 3 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ સીઝનની તૈયારી શરૂ કરી દીધી છે. બુધવારે, ફ્રેન્ચાઇઝીએ નવી સીઝન માટે જર્સી શરૂ કરી. ધોનીની ટીમની આ ન્યુ જર્સીમાં ભારતીય સેનાને સન્માન અપાયું છે. આનો વીડિયો તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. ચેન્નાઈની જર્સીમાં પીળા રંગની સાથે સાથે ઇન્ડિયન આર્મીને સન્માન આપતાં તેનો ‘કૈમોફ્લોઝ’ પણ નાખવામાં આવ્યો છે. જર્સીમાં ફ્રેંચાઇઝીના લોગો ઉપર 3 સ્ટાર છે, જે વર્ષ 2010, 2011 અને 2018 માં મળેલા ખિતાબની જીતની સાક્ષી રહી છે.

સીએસકેના સીઇઓ કે એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ અને નિસ્વાર્થ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનાં વિચારો થોડા સમય પહેલા અમારા મગજમાં હતું. આ વખતે અમે તેને જર્સીના માધ્યમ દ્રારા લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો છે. CSKની ટીમ 2010,2011 અને 2018માં  IPL ચેમ્પિયન રહી ચુકી છે. જયારે ગત સીઝનમાં ધોનીની ટીમ 7માં સ્થાન ઉપર રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular