પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. જેઠાલાલ, દયાબેન, સુંદરલાલ, ચંપક ચાચા, ભીડે અને બબીતા જી ના લગભગ તમામ પાત્રોએ લોકોના મનમાં પોતાની એક અલગ છાપ ઉભી કરી છે.ત્યારે હવે બાળકોના વધુ મનોરંજન આપવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કાર્ટુન આવી રહ્યું છે. અપ્રિલ મહિનામાં SONY YAY ચેનલ પર આ શો પ્રસારિત કરવામાં આવશે.
તારક મહેતાના ચાહકો માટે ખુશખબર છે. આ પોપ્યુલર શો ટૂંક સમયમાં એનિમેટેડ વર્ઝનમાં હિટ થવા જઈ રહ્યો છે, જેનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. એટલે કે, આ શોના બધા પાત્રો હવે કાર્ટૂન સ્વરૂપે દેખાશે. જે પછી હાસ્યની શ્રેણી વધુ મનોરંજક બની રહેશે. પ્રોમો જોઈને ચાહકો એકદમ ઉત્સાહિત થઈ ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું એનિમેટેડ વર્ઝન એપ્રિલમાં SONY YAY ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું વર્ષ 2008 માં પ્રસારણ કરવામાં આવ્યું હતું. અને તેણે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ એપિસોડ પૂર્ણ કર્યા છે. અસીતકુમાર મોદીનો આ શો ટીવીના ઇતિહાસનો સૌથી લાંબો ચાલતો શો છે. આ શોમાં દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકામાં છે. જ્યારે અમિત ભટ્ટ જેઠાલાલના પિતાની ભૂમિકામાં છે. દયાબેનનો રોલ દિશા વાકાણી ભજવી રહી હતી.