કોરોનાના નવા 577 કેસ નોંધાયા હતા, જેમાં સુરત શહેરમાં 476 જ્યારે જિલ્લામાં 101 કેસ નોંધાયા હતા. ઉપરાંત બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં. જિલ્લામાં પણ કેસમાં ફરી એકવખત ઉછાળો આવ્યો છે.
બીજી તરફ સુરત શહેરમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસરી ગયો છે. પાલિકાના કહેવા મુજબ નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી.ખાસ કરીને હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, ખંજવાળ આવવી સહિતનાં લક્ષણો નવા જોવા મળી રહ્યાં છે. મહત્તમ દર્દીઓમાં તાવની સમસ્યા ઓછી છે પરંતુ જો ઉક્ત મુજબના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકાએ લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ દર્દીઓ ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાના 1800-123-8000 નંબર પર જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે. શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી, ગળામાં દુ:ખાવો થવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી, ડાયરિયા થવો, પેટમાં દુખવું, માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવવી.