ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા છે.ભારત તરફથી ડેબ્યુ કરી રહેલા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પ્રતિભાશાળી ઇનિંગ્સ રમતા 26 બોલમાં ફિફટી પૂરી કરી હતી. મેચ પૂર્વે કૃણાલ પંડ્યા ને ડેબ્યુ કેપ આપતી વખતે સિનિયર પંડ્યા ભાવુક થઈને રડી પડ્યો હતો.
ભારત અને ઇંગ્લેન્ડ વરચેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ને ટીમમાં સ્થાન આપ્યું હતું. ભારત તરફથી ડેબ્યુ કરી રહેલા કૃણાલ પંડ્યાને સીનીયર પંડ્યા (હાર્દિક પંડ્યા)એ કેપ આપી હતી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા કૃણાલ પંડ્યા માટે આ ક્ષણ મહત્વની હતી. કેપ આપ્યા પહેલાં હાર્દિક કૃણાલને કંઈક કહેતો હોવાનું વિડીયોમાં દેખાય છે, અને વીડિયોના અંતમાં બંને ભાઈ ભેટી પડે છે. કૃણાલ પંડ્યાએ આકાશ તરફ જોઈને પિતાને યાદ કર્યા હતા.પંડ્યા બ્રધર્સના પિતાનું 2 મહિના પૂર્વે અવસાન થયું હતું.