Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી બે યુવતીઓ લાપતા

જામનગર શહેરમાંથી બે યુવતીઓ લાપતા

- Advertisement -

જામનગર શહેરમાં રહેતી એક યુવતી છેલ્લા દોઢ મહિનાથી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હોય અને હજુ સુધી પરત ન ફરતા તેના પરિવારજનોએ પોલીસ દફતરમાં જાણ કરી છે. અન્ય બનાવ જેમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા 9 દિવસથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અને હજુ સુધી પરત ન ફરતા પોલીસે તપાસ શરુ કરી છે.

- Advertisement -

જામનગર શહેરમાં રહેતા મશરીભાઈ વરુની દીકરી કિનલબેન મશરીભાઈ વરુ (ઉ.વ.18) પોતાના ઘરેથી પરિવારને જાણ કર્યા વગર તા.17 ફેબ્રુઆરીના રોજ ક્યાંક જઈ રહેલ હોય અને હજુ સુધી પરત ન ફરતા પરિવારજનોએ સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરી છે. યુવતી મધ્યમ બાંધાની અને ડાબાહાથના અંગુઠા ઉપર K ત્રોફાવેલ છે. તેમજ ઘરેથી નીકળી ત્યારે લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આવી કોઈ વ્યક્તિ અંગે કોઈને જાણ થાય તો પોલીસ દફતરમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

જામનગર શહેરના ગોકુલનગર, શિવનગર શેરી નં-3માં રહેતા ગૌતમભાઈ તુલસીભાઈ સોનગરા નામના વ્યક્તિની દીકરી બીના ગૌતમભાઈ સોનગરા (ઉ.વ.19) પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર તા.10 માર્ચના રોજ ક્યાંક જતી રહી હોય અને હજુ સુધી પરત ન ફરતા સીટી સી ડીવીઝન પોલીસ દફતરને જાણ કરવામાં આવી છે. તેણી દેખાવે ઘઉંવર્ણની છે અને કાંડા ઉપર ઓમ ત્રોફાવેલ છે. અને ગુજરાતી ભાષા જાણે છે. આવી કોઈ યુવતી અંગે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ દફતરમાં જાણ કરવા સીટી સી ડીવીઝન પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular