રાજય સરકાર અત્યાર સુધી માત્ર ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રસ્તાના કામો માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નીતિન પટેલે વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું હતું કે, લોકસભામાં ચૂંટાયેલા 26 સાંસદોને તેમના મત વિસ્તારમાં રસ્તાના કામ માટે 2 કરોડ રૂપિયાના જોબ નંબર અપાશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભામાં તમામ ભાજપા સાંસદો ચૂંટાયા છે.
પટેલે અન્ય જાહેરાતો કરતા જણાવ્યું કે, 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તા 5.5 મીટર પહોળા કરાશે. ગાંધીનગર-કોબા હાઇવે પર પીડીપીયુ જંકશન ઉપર 50 કરોડના ખર્ચે ફલાય ઓવર બનાવાશે. નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળો કરાશે. રાજયના હાઇવે અને મુખ્ય માર્ગો દર પાંચવર્ષે રીસર્ફેસીંગ કરાશે.
વર્લ્ડ બેન્ક યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કેપિટલને જોડતા રસ્તામાં ગાંધીનગર ચ-0 થી કોબા-ઇન્દિરા બ્રિજ સુધીના ભાગને 38.25 કરોડના ખર્ચે સેફ કોરીડોર ડેમો પ્રોજેકટ તરીકે વિકસાવાશે.