જામનગરની આઠ વર્ષીય અર્નવ કૃણાલ સાદરીયાએ કરાટેમાં બ્લેક બેલ્ડ મેળવ્યો છે. આઠ વર્ષીય અર્નવ માત્ર કરાટે જ નહી, પરંતુ સાથે ડ્રાન્સ , ગિટાર, કેશિયો , સ્ટેડીંગ પણ સારૂ કરે છે અને સાથે-સાથે અભ્યાસમાં પણ સારી રૂચી ધરાવે છે.
અર્નવ 3 વર્ષનો હતો,ત્યારથી કરાટેની તાલીમ મેળવે છે અને પાંચ વર્ષમાં તેણે રાજયકક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની કુલ 10 જેટલી ટુર્નામેન્ટઓમાં ભાગ લીધો છે. જેમાં કુલ 12 ગોલ્ડ મેડલ, 3 સીલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
4 વર્ષની ઉમરે તેણે પ્રથમ ગોલ્ડ મેડલ રાજય કક્ષાની કરાટેની સ્પર્ધામાં જુનાગઢ ખાતે મેળવ્યો હતો. તેણે જુનાગઢ, મુંબઈ, રાજકોટ , જામનગર સહીતના શહેરમાં સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને 2019માં તેણે મુંબઈ ખાતેની નેશનલ સ્પર્ધામાં કપ જીત્યો હતો.
અર્નવને કરાટે માટે તેમના કોચ અને પરિવારે પ્રોત્સાહીત કર્યો હતો. જયારે ત્રણ વર્ષીય અર્નવ કરાટેની તાલીમ લેતો ત્યારે તેના માતા પુજા સાદરીયાએ પણ એક વર્ષની કરાટેની તાલીમ લીધી જેથી તેના બાળકને પ્રોત્સાહન મળે.
અર્નવને દૈનિક બે કલાકની કરાટેની તાલીમ તેના કોચ નીમેષ મકવાણા અને ચીરાહ શાહ આપે છે. તેમના કોચે જણાવ્યું હતું કે અર્નવ જામનગરનો સૌથી નાની વયનો બ્લેક બેલ્ડ ચેમ્પીયન બન્યો છે.
અર્નવ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરાટેમાં આગળ વધે તેવી ઈચ્છા પરીવારજનોએ વ્યકત કરી હતી.