Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપાથી ભાટિયા રેલલાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ

હાપાથી ભાટિયા રેલલાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ

રેલમંત્રી પિયુષ ગોયલએ ઇલેકટ્રીક ટ્રેનના ટેસ્ટીંગનો વીડિયો ટ્વીટ કર્યો: રાજકોટ ડિવિઝન દ્વારા ઇલેકટ્રિક લોકો એન્જીન સાથે સંપૂર્ણ ટ્રેન દોડાવી પૂરી ક્ષમતાથી ટેસ્ટીંગ કરાયું

- Advertisement -

રાજકોટ ડિવિઝનના હાપા-ભાટિયા વચ્ચે તા. 18 અને 19 માર્ચના રોજ ઇલેકટ્રિક ટ્રેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના હાપા-ભાટિયાના વિજળીકરણનું કામ પૂર્ણ થતાં ઇલેકટ્રિક લોકો એન્જીન સાથે સંપૂર્ણ ટ્રેન દોડાવી સીઆરએસ દ્વારા ટેસ્ટીંગ યોજાયું હતું. રેલવે મંત્રાલય દ્વારા ડિઝલનો વપરાશ ઘટાડવા વર્ષ 2023-24 સુધીમાં સંપૂર્ણ રેલવે રૂટનું સો ટકા વિજળીકરણ કરવા વિચારે છે. જેનાથી વિદેશી આયાત કરવામાં આવતી ડિઝલની પરાધિનતાને ઘટાડશે.

- Advertisement -

વિદ્યુતીકરણના પરિણામ સ્વરૂપ દરિયાકાંઠે ઇલેકટ્રિક સ્થાનો પુન:જીવનને લઇને વિજળીનો બચાવ થશે. વર્ષ 2023-24 સુધીમાં વિજળીકરણના લક્ષ્યાંકને પહોંચી વળવાના આશય સાથે રાજકોટ-હાપા વિભાગમાં વિજળીકરણનું કાર્ય પૂર્ણ થઇ ચૂકયું હતું અને સીઆરએસ અધિકૃતતા પણ મેળવી લેવાઇ હતી. ત્યારે હવે રાજકોટ ડિવિઝનના હાપા-ભાટિયા વચ્ચે પણ વિજળીકરણનું કાર્ય પૂર્ણ થઇ ચૂકયું છે. તા. 18-19 માર્ચના રોજ હાપા-ભાટિયા વિભાગની સીઆરએસ નિરીક્ષણ યોજાયું હતું અને તા. 19 માર્ચના રોજ ઇલેકટ્રિક લોકો સાથેની ગતિ પરિક્ષણ પણ પૂર્ણ થયું હતું. ઇલેકટ્રિક ટ્રેકશન દ્વારા કનેકવિટી તથા પરિવહન ક્ષમતામાં વધારો થવાની સાથે રેલવેની આવકમાં વધારો થશે અને મુસાફરોને પણ સમયની બચત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular