વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જામનગર શહેરમાં કોરોના સામે રસીકરણ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી છે. જામનગરમાં આજે રવિવારના રોજ પણ જામનગર શહેરના 16 કેન્દ્રો ઉપર રાત્રે 8 વાગ્યા સુધી રસીકરણ કાર્યરત રહેશે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તેમજ 45 થી 59 વર્ષના કોર્મોબિડીટી ધરાવતા લોકોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે આજે રવિવારે પણ ચાલુ રહેશે. આજે સવારે 9:30 વાગ્યાથી શરૂ થયેલી આ રસીકરણ કાર્યવાહી રાત્રે 8 વાગ્યા સુધી જામનગરના 16 કેન્દ્રો ઉપર ચાલુ રહેશે.
જામનગરમાં નીચે મુજબના સેન્ટરો ખાતે રસીકરણ થશે