Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતદક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ફલોદી એરફોર્સ સ્ટેશનની મુલાકાતે

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ફલોદી એરફોર્સ સ્ટેશનની મુલાકાતે

- Advertisement -

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એરમાર્શલ એસ.કે. ઘોટિયા, PVSM VSM ADCએ 19 માર્ચના રોજ ફલોદી એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે, એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન રાજેશ જોશી VSM તેમના સ્વાગતમાં આવ્યા હતા.

- Advertisement -

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફના આગમન સમયે ‘ગાર્ડ ઓફ ઓનર’ પ્રસ્તૂત કરીને તેમને આવકારવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન, તેમને સ્ટેશનની વર્તમાન પરિચાલન તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિવિધ પરિચાલન સંબંધિત સુવિધાઓ અને કાર્યસ્થળોની સમીક્ષા કરી હતી. એર માર્શલે ઉચ્ચ સ્તરીય પરિચાલન તૈયારીઓ નિશ્ચિત કરવા માટે સ્ટેશન દ્વારા કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આવા જ ઉત્સાહ સાથે તેમની ફરજ નિભાવવાનું ચાલુ રાખવા માટે તેમને અનુરોધ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular