ભારત સહીત વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા છે. ત્યારે ફ્રાંસના 16 શહેરોમાં આજ રાત્રીની 1 મહિનાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાંસના વડાપ્રધાન દ્રારા જણાવવામાં આવ્યું છે કે આ લોકડાઉન પહેલા જેવું નહી હોય. 1 મહિનાના આ લોકડાઉનમાં જીવનજરૂરી વસ્તુઓની દુકાનો અને શાળા કોલેજો શરુ રહેશે.
નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ પણ પોતાના ઘરથી 10 કિલોમીટરથી વધારે દૂર નહીં જઈ શકાય. તેમજ સાંજના 7 વાગ્યા બાદ કર્ફ્યું લાગુ કરી દેવામાં આવશે.
ફ્રાંસમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. જેથી પેરીસ સહિતના 16 વિસ્તારોમાં આજ મધ્યરાત્રીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. પીએમ કેસ્ટેક્સે કહ્યું છે કે એપ્રૂવલ સર્ટિફિકેટ દ્વારા લોકો ઘરની બહાર જઈ શકશે.ગયા મહિને જ ફ્રાંસમાં ઉત્તર ક્ષેત્રમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ફ્રાંસમાં અત્યાર સુધી 41 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અને 91હજાર લોકોના મૃત્યુ થયા છે.
અને ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના 8 મહાનગરોમાં 10 અપ્રિલ સુધી શાળા કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.