જામનગર શહેરમાંથી ગઈકાલના રોજ બે વ્યક્તિઓ ગુમ થયાની વિગતો સામે આવી છે. જે પૈકી એક હર્ષદમિલની ચાલીમાં રહેતી યુવતી જે પ્રાથમિક શિક્ષક છે તે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે. તથા શંકરટેકરી રામનગર-1માં રહેતા એક આધેડ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતા પરત ન ફરતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરના હર્ષદમિલની ચાલી પાછળ, પટેલનગર-3 શેરી નં-5માં રહેતા સોમાભાઈ મંગાભાઈ બગડાની પુત્રી મનીષાબેન સોમાભાઈ બગડા (ઉ.વ.28) જે પ્રાથમિક શિક્ષક હોય અને પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગયેલ છે. જે પોતાના ઘરે પરત ન ફરતા સીટી એ ડીવીઝન પોલીસ દફતરને જાણ કરવામાં આવી છે. જો આવી કોઈ વ્યક્તિ અંગે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ દફતરમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
જામનગર શહેરના શંકરટેકરી, રામનગર-1 વિસ્તારમાં રહેતા મનોજભાઈ હીરાનંદભાઈ હંજરા (ઉ.વ.52) નામના આધેડ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોય અને ઘરે પરત ન ફરતા સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં તેના પરીવારજનો દ્રારા ગુમનોંધ લખાવવામાં આવી છે. આવી કોઈ વ્યક્તિ અંગે કોઈને જાણકારી મળે તો નજીકના પોલીસ દફતરમાં જણાવવા પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું છે.