Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નાગનાથ સર્કલ નજીક જુગાર રમતા 3ની અટકાયત

જામનગરના નાગનાથ સર્કલ નજીક જુગાર રમતા 3ની અટકાયત

પોલીસે દરોડામાં રૂ.14500ની રોકડ કબ્જે કરી

- Advertisement -

જામનગર શહેર પોલીસ ગઈકાલના રોજ ચેકીંગમાં હતી તે દરમિયાન નાગનાથ સર્કલ નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલ ત્રણ શખ્સોની અટકાયત કરી પોલીસે તેના કબ્જા માંથી રૂ.14500ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેરના નાગનાથ સર્કલ નજીક ગઈકાલના રોજ ત્રણ શખ્સો જેમાં નિઝામ ઉર્ફે બડો રસીદભાઈ ચંગડા, શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા, રૂપાભાઇ લધુભાઈ ઝાપડા જાહેરમાં બેસી તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે ત્રણેયની અટકાયત કરી રૂ.14500ની રોકડ કબ્જે કરી જુગારધારાની કલમ 12 મુજબ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular