Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરઆગામી બજેટમાં વેરામાં વ્યાજમાફી આપવા કોંગ્રેસ દ્વારા માંગણી

આગામી બજેટમાં વેરામાં વ્યાજમાફી આપવા કોંગ્રેસ દ્વારા માંગણી

કોંગ્રેસના કોર્પોરેટરોએ હોદેદારો હાજર ન હોય, તેમની ઓફિસના દરવાજે આવેદનપત્ર ચોંટાડયું

- Advertisement -

જામનગરમાં આગામી બજેટમાં વેરામાં વ્યાજમાફી આપવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. આજરોજ જામનગર કોંગ્રેસ દ્વારા મેયર તથા સ્ટે. ચેરમેનને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ હોદ્ેદારો હાજર ન હોય, કોંગ્રેસ દ્વારા હોદ્ેદારોની ઓફિસના દરવાજે તથા મેયરની ખુરશીને આવેદનપત્ર ચોંટાડી રજૂઆત કરાઇ હતી.
જામનગર કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 2006 પછી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સર્વિસ યુઝર્સ ચાર્જના જે બિલ આપવામાં આવેલ છે. તે બિલની 100 ટકા વ્યાજમાફી આગામી બજેટમાં કરી આપવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત જો વ્યાજ માફી આપવામાં ન આવે તો સર્વિસ યુઝર્સ ચાર્જના બિલની બદલે હાઉસટેકસ, મિલકતવેરાના બિલ આપીને રેગ્યુલાઇઝ કરી આપવા માગણી કરવામાં આવી છે. આ સ્લમ વિસ્તારોમાં હાલ પુરતી 100 ટકા વ્યાજમાફી આપવી જરુરી છે કારણ કે, મિલકતવેરા કે, વોટર વેરાની અંદર અગાઉ 100 ટકા વ્યાજમાફી આપી છે. તો આ સ્લમ વિસ્તારમાં પણ 100 ટકા વ્યાજમાફી આપવા માંગણી કરાઇ છે.
વધુમાં જણાવ્યું છે કે, લાલપુર બાયપાસ ચોકડી પાસે અન્ય ટ્રાફિક અને અકસ્માતના બનાવો અવાર-નવાર બનતા હોય છે. તે વિસ્તાર વોર્ડ નં. 15માં આવતો હોય, અરજદારોની રજૂઆતો આવતી હોય, લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની જરુર છે. ત્યારે અગાઉ સરકારના બજેટમાં આ બ્રિજને બનાવવા મંજુરી મળી હતી પણ આ બ્રિજ મહાનગરપાલિકાની અણઆવડતના લીધે મંજૂર થયો ન હોય આ અંગે સરકારમાં રજૂઆત કરવા વોર્ડ નં. 15ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા રજૂઆત કરાઇ છે.
જામ્યુકોના કોર્પોરેટર અને પૂર્વવિપક્ષી નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર જેનબ ખફી, આનંદ રાઠોડ, રચના નંદાણીયા, ભરત વાળા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular