કોરોનાકાળ દરમિયાન ડોકટરોએ કોરોના વોરિયર તરીકે દર્દીઓની સારવાર કરી તેમની જવાબદારી બખુબી રીતે બજાવી હતી. ત્યારે જામનગરના ઓરલ એન્ડ મેકિસલોફેસિયલ સર્જરી વિભાગ ગવરમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોકટરોએ કોરોનાકાળમાં પણ પોતાના જીવના જોખમે દર્દીઓની સારવાર કરી ઉતમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
dમાનવ સેવા એજ પ્રભુ સેવા આ કહેવતનો સાર્થક બનાવતા ઓરલ એન્ડ મેકિસલોફેસિયલ સર્જરી વિભાગ ગર્વ.ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગરના માનવતાવાદી ડોકટરોની ટીમે સાબિત કરી બતાવ્યુ છે.
કોવિડ-19 ભયંકર મહામારીમાં ડો.બાબુ.એસ.પરમાર પ્રાધ્યાપાક અને હેડ અને તેમના વિભાગના ડોકટરોની ટીમે પોતાના જીવના જોખમે અને સરકારના નિયમો આધિન પોતાની ફરજો કર્તવ્યનિષ્ઠા અને નિસ્વાર્થપણે બજાવી છે. જ્યારે કોવિડ-19ની મહામારીમાં લોકો એકબીજાને અડકવાનું અથવા તો મળવાનું ટાળતા હતા, ત્યારે આ સેવાભાવી અને પોતાના જીવના જોખમે ઓરલ એન્ડ મેકિસલોફેસિયલ સર્જરી વિભાગમાં આવતા જરૂરિયાત વાળા દર્દીઓને સંપૂર્ણ સંતોષકારક અને યોગ્ય રીતે વિભાગના ડોકટરની ટીમે સારવાર કરેલ છે.
કોવિડ-19 મહામારીના સમય દરમ્યાન ઓરલ એન્ડ મેકિસલોફેસિયલ સર્જરી વિભાગ, ગર્વ.ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગરના ડોકટર્સ ટીમે લગભગ 8100 દર્દીઓને સારવાર આપી, સાબિત કરેલ છે કે “where there is a will, there is a way.”
આમ કોવિડ-19 મહામારીમાં જ્યારે મોઢામાં અથવા તો મોઢાની આજુબાજુના વિસ્તારમાં કોઇ અડવાપણ ત્યાર ન હતા, ત્યારે ઓરલ એન્ડ મેકિસલો-ફેસિયલ વિભાગના ડોકટર્સએ ભગવાનના ભરોસે દર્દીઓને મોઢાની અંદર સારવાર કે જે કોવિડ-19ની મહામારીમાં બહુજ મુશ્કેલ હોવા છતાં, સંતોષકારક અને યોગ્ય સારવાર આપી ધન્યતા અનુભવેલ છે.