Friday, January 3, 2025
Homeરાજ્યઘરમાં એક જ સ્માર્ટફોન હોવાથી ઓનલાઈન શિક્ષણ ચુકી જતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

ઘરમાં એક જ સ્માર્ટફોન હોવાથી ઓનલાઈન શિક્ષણ ચુકી જતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

- Advertisement -

હાલ કોરોના વાયરસની મહામારીને પરિણામે શાળાઓ દ્રારા ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ જે ઘરમાં સ્માર્ટફોનની અછત હોય તે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. પરિવારમાં એક જ સ્માર્ટફોન હોય અને તેના નાના ભાઈ બહેનના ઓનલાઈન ક્લાસ પૂર્ણ થયા બાદ ધો.11ની વિદ્યાર્થીનીને મોબાઈલ મળતો હતો જેથી મહત્વના લેકચર ચુકી જતા તેણીએ ગળાફાંસો ખાઈ અપઘાત કરી લીધો છે.

- Advertisement -

રાજકોટમાં રહેતા ગોરધનભાઈ દેગામાં પાનનો ગલ્લો ચલાવતા હોય અને તેના પરિવારમાં એક જ સ્માર્ટ ફોન હોવાથી ભાઈ બહેન એક ફોન દ્રારા જ ઓનલાઈન અભ્યાસ કરતા હતા. પરંતુ તેની મોટી દીકરી પ્રિયા કે જે ધો.11માં અભ્યાસ કરતી હતી તેનો વારો તેના નાનાભાઈ બહેનના ઓનલાઈન ક્લાસ પૂરા થયા બાદ આવતો હોવાથી તેણીના મહત્વના વિષયોના લેકચર છુટી જતા હતા પરિણામે તણાવમાં આવી તેણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.પાનનો ગલ્લો ચલાવતા પિતાના ઘરમાં એક જ સ્માર્ટફોન હોવાથી તેમનો દીકરી ગુમાવવાનો વારો આવતા શોકનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્રારા કોરોનાની મહામારીમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે સારી બાબત કહેવાય પરંતુ ગરીબ પરિવાર કે જેઓ મોબાઈલ ન લઇ શકતા હોય તેમનું શુ એ પણ એક પ્રશ્નાર્થ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular