Sunday, December 14, 2025
Homeરાજ્યજામનગરજીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ ખાતે DNBની પરીક્ષા યોજાઈ

જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ ખાતે DNBની પરીક્ષા યોજાઈ

દેશના 80 કેન્દ્રોમાંનું એક કેન્દ્ર જીજી હોસ્પિટલ ખાતે

જામનગર શહેરમાં આવેલ જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ ખાતે તા.17 માર્ચ બુધવારના રોજ ડીપ્લોમા ઓફ નેશનલ બોર્ડ (DNB)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. અને 4 પરીક્ષક દ્રારા પરીક્ષા લેવામાં આવી હતી.

- Advertisement -

ડીપ્લોમા ઓફ નેશનલ બોર્ડના દેશમાં 80 જેટલા કેન્દ્રો આવેલા છે. જે પૈકી એક કેન્દ્ર જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ ખાતે આવેલું છે. જે સૌરાષ્ટ્રનું એક માત્ર કેન્દ્ર છે. પીડિયાટ્રીકની આ પરીક્ષા છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્રના એક માત્ર જીજી હોસ્પિટલના બાળરોગ વિભાગ ખાતે લેવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પ્રેક્ટીકલ પરીક્ષા જ સેન્ટર ખાતે લેવામાં આવી હતી.

- Advertisement -

જયારે અડધી પરીક્ષા દિલ્હીથી ઓનલાઈન લેવામાં આવી હતી.જીજી હોસ્પિટલ ખાતેના આ કેન્દ્રમાં 8 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને 4 પરીક્ષકો પૈકી ડૉ. યોગેશ પરીખ કે જેઓ સુરતથી આવ્યા હતા અને ડૉ.ભરત મુળીયા કે જેઓ સુરેન્દ્રનગરથી આવ્યા હતા. આ સિવાય જીજી હોસ્પિટલના બાળરોગ વિભાગના બે ડોકટરો ડૉ.ભદ્રેશ વ્યાસ અને ડૉ.મૌલિક શાહ દ્રારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular