વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગોવાનીમાં મંગળવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઇ, કેબિનેટમાં એક નવી નેશનલ બેંક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડિંગ કરવાનું કામ કરશે, આ બેંકને વિકાસ વિત્ત સંસ્થાન નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ માહિતી આપતા જણાવ્યું કે સરકારે બજેટમાં એવી બેંક બનાવવાની ઘોષણા કરી હતી, જેને હવે કેબિનેટે મંજુરી આપી દીધી છે.
નાણા પ્રધાને કહ્યું કે વિત્તીય વિકાસ સંસ્થાન દેશમાં ચાલી રહેલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ કરવાનું કામ કરશે, હાલમાં એક બોર્ડની રચના કરવામાં આવી છે, જે આગળ નિર્ણયો લેશે. જો કે સરકાર દ્વારા 20 હજાર કરોડ રૂપિયાનું આરંભીક ફંડ આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી કે આ બેંક દ્વારા બોન્ડ જારી કરીને તેમાં રોકાણ કરવામાં આવશે, આગામી કેટલાક સપ્તાહોમાં 3 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની આશા છે, તેમાં રોકાણ કરનારાને ટેક્સ બેનિફિટ પણ મળશે, તેમાં મોટા સોવરેન ફંડ, પેન્શન ફંડ, પણ રોકાણ કરી શકે છે. સીતારમણે જણાવ્યું કે જુના બેંક આ પ્રકારે મોટા પ્રોજેક્ટમાં ફંડિગ કરવા તૈયાર ન હતાં, દેશમાં 6 હજાર એવા ગ્રીન-બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ એવા છે, જેને ફંડિંગની જરૂરીયાત છે, આ જ કારણે આ સંસ્થા સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેંકનાં બોર્ડમાં આ સેક્ટરનાં મોટા લોકોને સ્થાન આપવામાં આવશે.