Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસંસદમાં પ્રશ્નકાળમાં માત્ર એક જ સાંસદ હાજર રહ્યાં !

સંસદમાં પ્રશ્નકાળમાં માત્ર એક જ સાંસદ હાજર રહ્યાં !

સવાલ પૂછનારા સાંસદો ખુદ ગેરહાજર

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને પક્ષોએ મોટાભાગના સાંસદોને ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધા છે. જેની અસર લોકસભાના બજેટ સત્ર પર દેખાઈ રહી છે. બજેટ સત્રના બીજા તબક્કામાં લોકસભાનો નજારો જોવા લાયક હતો. લોકસભાના પ્રશ્ર્નકાળ દરમિયાન સમગ્ર હોલમાં માત્ર એક જ સાંસદ હાજર જોવા મળ્યા હતા.

- Advertisement -

પ્રશ્ર્નકાળ દરમિયાન કુલ સાત સવાલ પૂછવામાં આવ્યા હતા પણ સવાલ પૂછનારા સાંસદો ગાયબ હતા.માત્ર કેરાલાના સાંસદ મુરલીધરન હજાર હતા અને તેમને આ આ વખતે કોંગ્રેસે વિધાનસભા માટે બનાવ્યા છે.

બજેટ સત્રમાં સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ 20 ટકા જ સાંસદો સંસદમાં પહોંચ્યા છે અને આ દરમિયાન સંસદ ભવનમાં પણ સન્નાટો હતો. ટ્રેઝરી બેન્ચ પર ત્રણ લોકો અને એક જ સાંસદ નજરે પડ્યા હતા. કેન્દ્ર સરકારના મોટાભાગના મંત્રીઓ પણ હાલમાં પશ્ર્ચિમ બંગાળમાં પ્રચારમાં વ્યસ્ત છે અને ભાજપે તો સંખ્યાબંધ સાંસદોને પણ બંગાળમાં ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular