જોડિયા તાલુકાના ખીરી થી હડિયાણા ગામ વચ્ચેના માર્ગ પરથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકચાલકે યુવકને ઠોકર મારી હડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના ખીરી ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રાજાભાઈ ટપુભાઈ ચાવડિયા નામના યુવાનના પુત્ર મંગળવારે સાંજના સમયે ખીરી પાટીયા પાસેના માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-25-ટી-5572 નંબરના ટ્રકે ઠોકર મારી હડફેટે લેતા યુવકનું માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. આ અંગેની જાણ થતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.