Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગર જિલ્લા પંચાયતના સુકાનીઓની વિધિવત્ વરણી

જામનગર જિલ્લા પંચાયતના સુકાનીઓની વિધિવત્ વરણી

જામનગર જિલ્લા પંચાયતની પ્રથમ જનરલ બોર્ડ યોજાઇ

- Advertisement -

આજરોજ જામનગર પ્રાંત કચેરી ખાતે જામનગર જિલ્લા પંચાયતની પ્રથમ જનરલ બોર્ડ યોજાઇ હતી. જેમાં તાજેતરમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોનું વિધિવત્ નિમણૂંક કરવામાં આવી હતી. ગઇકાલે જ જામનગર જિલ્લા પંચાયતના સુકાનીઓની ભાજપ દ્વારા જાહેરાત કરાઇ હતી. જેની આજે વિવિધત્ નિમણૂંક કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવનાર ભાજપાએ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ધરમશીભાઇ ચનિયારા, ઉપપ્રમુખ તરીકે નયનાબેન પરમાર, કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઇ બોરસદીય તથા સત્તાપક્ષના નેતા તરીકે લખધીરસિંહ જાડેજા તેમજ દંડક તરીકે મય ગલા ગરસરની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેની આજરોજ પ્રથમ જનરલ બોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં વિધિવત્ વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાએ જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લઇ બહુમતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે આજરોજ વિવિધત્ રીતે ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સુકાનીઓને જિલ્લા પંચાયતમાં સત્તા સંભાળી હતી.
આજે યોજાયેલી જનરલ બોર્ડમાં જામનગર જિલ્લાના કલેકટર રવિશંકર તથા જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ ઉપસ્થિત રહ્યાં હતાં અને જિલ્લા પંચયતના સુકાનીઓને વિધિવત્ વરણી થઇ હતી. આ તકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્ેદારોને ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular