Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકળયુગી પુત્રએ માતાને થપ્પડ મારતા મોત, જુઓ વાઈરલ થઇ રહેલ CCTV

કળયુગી પુત્રએ માતાને થપ્પડ મારતા મોત, જુઓ વાઈરલ થઇ રહેલ CCTV

- Advertisement -

હાલમાં એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. જેમાં એક પુત્ર પોતાની માતાને થપ્પડ મારતા તેણી જમીન પર પટકાય છે. અને વૃદ્ધ માતાનું મૃત્યુ નીપજે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને આ અંગેની જાણથતા તેણે કળયુગી દીકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

દિલ્હીના બિંદાપુરની આ ઘટના છે. જેમાં  એક પુત્ર વૃદ્ધ માતાને પોતાની પત્નીની સામે તેની માતાને થપ્પડ મારે છે. અને વૃદ્ધ માતા જમીન પર પડી જાય છે. પુત્રવધુ તેને ઉભા કરવાની કોશીશ કરે છે. પરંતુ તેઓ ભાનમાં ન આવતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ડોકટરોએ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક મહિલાનું નામ અવતાર કૌર હતું. તે 76 વર્ષની હતી. પુત્રએ માર માર્યો હતો તેનું નામ રણવીર છે. આ મામલે બિન્દાપુર પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે. જો કે આ મામલે બંને તરફથી પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીઓને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને રણબીરની ધરપકડ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular