Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયછેલ્લા બે વર્ષથી રૂા. 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ : સરકાર

છેલ્લા બે વર્ષથી રૂા. 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ : સરકાર

- Advertisement -

કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષથી 2,000 રૂપિયાની ચલણી નોટ જ છાપી નથી અને આ સમયગાળા દરમિયાન બે હજારની ઊંચા મૂલ્યની નોટનું ચલણ ઘટયુ છે, એમ લોકસભામાં સોમવારે જણાવાયું હતું.

- Advertisement -

લેખિત જવાબમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 30 માર્ચ 2018ના અંતે બે હજારની 336.2 કરોડ નોટ ચલણમાં હતી, વોલ્યુમ અને ટ્રેડના સંદર્ભમાં તેનો હિસ્સો 3.27 ટકા અને 37.26 ટકા થતો હતો. જ્યારે 26 ફેબ્રુઆરી 2021ના અંતે 2000ની ચલણી નોટના 249.9 કરોડ નંગ જ અમલમાં છે, તે વોલ્યુમ અને વેલ્યુમના સંદર્ભમાં કુલ ચલણના 2.01 ટકા અને 17.78 ટકા થાય છે.

સરકાર રિઝર્વ બેન્ક સાથે સલાહમસલત કરીને ખાસ પ્રકારની બેન્ક નોટ છાપવાનો નિર્ણય લે છે, તેથી જાહેર જનતાની નાણાકીય વ્યવહાર માટેની અનુરૂપ ચલણી નોટની માંગને ધ્યાનમાં લઈને તેની અનુકૂળતા મુજબનું ચલણ જારી રાખી શકાય. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં બે હજાર રૂપિયાની બેન્ક નોટ છાપવા માટેની કોઈપણ પ્રક્રિયા સરકારી ટંકશાળમાં કરવામાં આવી ન હતી, એમ તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

રિઝર્વ બેન્કે 2019માં જણાવ્યું હતું કે 2016-17ના નાણાકીય વર્ષ દરમિયાન 2000ની 354.29 કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી. પણ 2017-18માં ફક્ત 11.15 કરોડ નોટ જ છાપવામાં આવી હતી, 2018-19માં આ આંકડો ઘટીને 4.66 કરોડ થયો હતો. તેમા એપ્રિલ 2019 પછી તો બે હજારની ચલણી નોટ પ્રિન્ટ જ કરવામાં આવી નથી. આ પગલાને કાળા નાણાને અંકુશમાં રાખવા અને ઊંચા ચલણી નોટોના સંગ્રહને અંકુશમાં રાખવાના પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. 2000ની ચલણી નોટને નવેમ્બર 2016માં સરકારે કાળા નાણા અને નકલી ચલણને અંકુશમાં રાખવા 500 અને 1000ની નોટને ચલણમાંથી રદ કરી ત્યારે રજૂ કરવામાં આવી હતી. હવે નવી 500ની નોટ પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ એક હજારની નોટ બંધ કરી દેવાઈ છે. તેના બદલે 2000ની નોટ રજૂ કરવામાં આવી હતી. 2000ની નોટ ચલણમાં હોય તેવી નોટોમાં 10,20,50,100 અને 200ની નોટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular