Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગરમીના દિવસો શરૂ થતાં જ, જામનગર-રાજકોટમાં પાણીકાપની સિઝન શરૂ !

ગરમીના દિવસો શરૂ થતાં જ, જામનગર-રાજકોટમાં પાણીકાપની સિઝન શરૂ !

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પાછલાં બે ચોમાસા સરસ નિવડયા છે. આગામી ચોમાસુ પણ સારું જશે એવું હવામાન વિભાગ જણાવે છે. પરંતુ નાગરીકોની કમનસીબી એ છે કે, સારા ચોમાસાઓ વાળા વર્ષો દરમ્યાન પણ માર્ચ-એપ્રિલથી નાગરિકોએ ગરમીની સિઝનમાં પાણીકાપ સહન કરવા પડે છે.

- Advertisement -

સારાં ચોમાસા દરમ્યાન જળાશયોમાં પુષ્કળ નવાનીર ઠલવાય છે. મોટાંભાગના જળાશયો ચોમાસામાં વારંવાર ઓવરફલો થતાં હોય છે. અબજો લિટર કિંમતી પાણી દરિયામાં વહી જતું હોય છે. પાણી સંગ્રહની વ્યવસ્થાઓ વધુ સક્ષમ બનાવવાના પ્રયત્નો થતાં નથી. બીજી બાજુ જળાશયોમાં નવાનીર આવે ત્યારે વધામણાંના નાટકો થતાં હોય છે. અખબારોમાં હાસ્યવેરતા નેતાઓના ફોટાઓ છપાતા રહે છે.

ત્યારપછી માર્ચ-એપ્રિલ શરૂ થાય છે. રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં ગરમીના દિવસોમાં પાણી કાપની સિઝન શરૂ થાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તંત્રો ઉંઘ ખેંચતા હોય છે. આ તંત્રો માર્ચના પ્રારંભથી મેન્ટેનન્સ અને સમારકામની કામગીરીઓ શરૂ કરે છે અને મહાનગરપાલિકાઓ અખબારી યાદીઓ બહાર પાડી નાગરીકોને જણાવે છે કે, આજે અને આવતીકાલે શહેરના ફલાણાં-ફલાણાં વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

- Advertisement -

રાજકોટ અને જામનગર મહાનગરપાલિકા સારા ચોમાસાના વર્ષોમાં પણ વર્ષોથી આ ખોટી પરંપરા ચલાવ્યા રાખે છે. રાજકોટમાં 15 દિવસથી પાણીકાપના મોકાણના સમાચારો સાંભળી રાજકોટવાસીઓ દુખી છે. જામનગરમાં પણ મહાનગરપાલિકાએ ગરમીના દિવસોમાં પાણીકાપ શરૂ કરી દીધો છે. જેના કારણે નગરજનોમાં દર વર્ષની માફક આ વર્ષે પણ નારાજગી પ્રસરવાનું શરૂ થઇ ચુકયું છે. જોકે, હાલમાં કોઇપણ પ્રકારની ચૂંટણી ન હોવાને કારણે શાસકોને લોકોની નારાજગીની બહુ ચિંતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular