કાલાવડ તાલુકાના પાતામેઘપરથી નિકાવા જવાના માર્ગ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વામ્બે આવાસ પાસેથી પોલીસે દારૂની એક બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના પાતામેઘપરથી નિકાવા જવાના માર્ગ પરથી પસાર થતા અશોક બાબુદાસ નિમાવત નામના બાવાજી શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાં રહેલા થેલામાંથી રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 5 બોટલ મળી આવતા કબ્જે કરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં વામ્બે આવાસ નજીકના માર્ગ પરથી પસાર થતા અર્જુનસિંહ કરણસિંહ જાડેજાને આંતરીને પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.